જામનગર
જાેડીયા તાલુકાના બોડકા ગામે રહેતા મીનાબેન ગોપાલભાઇ સોલંકી (ઉ.વ. ૩૬) નામની પરિણિતાએ ઘરે ઝેરી દવા પી લેતા મોરબીની એક હોસ્પીટલમાં સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં લઇ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવની ગોપાલભાઇ બધાભાઇ સોલંકીએ જાણ કરતા જાેડીયા પોલીસની ટીમ મોરબી ખાતે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજાે સંભાળી પોષ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતકના પતિ કહ્યા વગર તેના બહેનના ઘરે જતા રહ્યા હોય,જે બાબતનુ મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.જાેડીયા તાલુકાના બોડકા ગામે રહેતી પરિણિતાએ ઘરે ઝેરી દવા પી જતા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડાતા તબીબે મૃત ઘોષિત કર્યા હતા.મૃતકના પતિ કહ્યા વગર બહેનના ઘરે જતા રહેતા માઠુ લાગતા આ પગલુ ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયુ છે.