Gujarat

જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયુ

વિધાનસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૨ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. જેમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર અંદાજિત શરેરાશ કુલ ૫૩.૯૮ ટકા મતદાન નોંધાયું છે. જેમાં ૭૬-કાલાવડમાં ૫૩.૫૮ ટકા, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૫૩.૮૩ ટકા, ૭૮-જામનગર (ઉતર)માં ૫૫.૯૬ ટકા, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૪૪.૬૩ ટકા અને ૮૦-જામજોધપુરમાં ૬૧.૭૩ ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બનવા પામ્યો નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક સમગ્ર મતદાન પ્રક્રિયા પુર્ણ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *