Gujarat

જિલ્લાના નાણાં ધીરધાર કરનારાઓએ નવા રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન રીન્યુઅલ માટે હવેથી ઓનલાઇન અરજી કરવાની રહેશે  

ગુજરાત રાજ્યમાં નાણાં ધીરધાર પ્રવૃત્તિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-2011 અને નિયમો-2013 અત્યારે અમલમાં છે. જે અંતર્ગત નવા રજીસ્ટ્રેશન તેમજ રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરવા માટે અરજીઓ રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓની કચેરી, જામનગરને હાર્ડ કોપી સ્વરૂપમાં મળતી હતી. ડિજિટલ ઇન્ડિયા અને પેપરલેસ વહીવટના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગત તા.9 ફેબ્રુઆરીના રાજ્યમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-2011 અને નિયમો-2013ની જોગવાઇઓના અસરકારક અમલ માટે ”ઈ-કોર્પોરેટીવ પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું. હવેથી નાણાંની ધીરધાર કરનારાઓના નવા રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન રિન્યૂઅલની અરજી ઓનલાઇન સ્વરૂપમાં જ સ્વીકારવામાં આવશે, જેના પગલે જિલ્લાના તમામ નાણાં ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળના જરૂરી નવા રજીસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન રિન્યૂઅલની કામગીરી અર્થે જિલ્લા રજિસ્ટારશ્રીની કચેરીમાં અરજી જમા કરાવવાની આવશ્યકતા રહેશે નહીં. ઉપરોક્ત સોફ્ટવેર અંતર્ગત ઓનલાઇન કામગીરી અને જરૂરી માર્ગદર્શન મેળવવા માટે www.ecooperative.gujarat.gov.in વેબસાઈટ અને હેલ્પ લાઈન નંબર 0288-2554753 પર અરજદારો સંપર્ક કરી શકશે, તેવું રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *