Gujarat

જિલ્લાના પશુપાલકોને પશુ આરોગ્ય, પશુ પોષણ, પશુ સંવર્ધન તથા પશુ માવજતની અદ્યતન માહિતી અપાઈ  

કૃષિ, પશુપાલનતથા ગૌ-સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાંજિલ્લા પંચાયત-જામનગર દ્વારાજિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું જોડીયા તાલુકાના લખતર ગામે આયોજન કરવામાં આવ્યું હતુ.

 

આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતુ કે પશુપાલકો તથા ખેડુતોના પ્રાથમિક પ્રશ્નોનુ નિરાકરણ લાવવા તથા તેમની આવક બમણી કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નિર્ધાર કર્યો છે અને એ દિશામાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર હાલ કામ કરી રહી છે.ટેકાના ભાવથી ખરીદી, પાક-ધિરાણ, કૃષિ તથા પશુપાલન યોજનાઓ વગેરેના માધ્યમથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે સરકાર પ્રયાસરત છે.વર્ષ ૨૦૦૨ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી. જેના માધ્યમથી આજે પશુપાલકોને તેમના પશુઓ માટે વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તા વાળી સારવાર ઘર આંગણે જ મળી રહી છે.આજે ૪૬૦ થી વધુ મોબાઈલ પશુ વાન સમગ્ર રાજ્યમાં કાર્યરત છે.જે ૧૯૬૨ ડાયલ કરતાં જ પોતાની સેવાઓ પશુપાલકોના ઘર સુધી પહોંચાડે છે.દુધાળા પશુઓની સંખ્યા વધે તેમજ દૂધનું ઉત્પાદન વધે તે માટે પશુપાલકોને ૦ ટકા વ્યાજે લૉન તથા કિસાન ક્રેડિટ કાર્ડ સહિતના લાભો સરકાર દ્વારાઆપવામાં આવી રહ્યા છે.

આ પશુપાલન શિબિરમાં એક્સ્ટેન્શન એક્ટિવિટી અન્વયે યોજાયેલ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં જામનગર,ધ્રોલ તથા જોડિયા તાલુકાના પશુપાલકોને આધુનિક પશુપાલન વ્યવસાય વિશે જાણકારી અપાઇ હતી તેમજ આધુનિક પશુપાલનના ચાર સ્તંભ જેવા કે જિલ્લા પશુપાલન અધિકારી શ્રી અનિલ વિરાણી, મદદનીશ અધિકારી ડો. હર્ષદ માવાણી, હિતેશ કોરિંગા, નિવૃત્ત પશુપાલન અધિકારી ડો. ભરત પટેલ વગેરે દ્વારા વક્તવ્યના માધ્યમથી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનીયારા, જામનગર,ધ્રોલ તથા જોડિયા તાલુકાના પશુ ચિકિત્સકો, પશુ નિરિક્ષકોતેમજ બહોળી સંખ્યામાં વિસ્તારના પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *