જૂનાગઢ જિલ્લાની ૪૯૫ ગ્રામ પંચાયતમાં પ્રાકૃતિક ઢબે થતિ ખેતિ જોવા મળી રહી છે. જેમાં જિલ્લાની ૧૬૮ ગ્રામ પંચાયતમાં ૨૫ થી વધુ અને ૪૩ ગ્રામ પંચાયતમાં ૭૫થી વધુ ખેડૂતો પાકૃતિક ખેતિ સફળતાપૂર્વક કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતિના આ અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે કલેક્ટરશ્રી રચિત રાજે પ્રયાસો હાથ ધર્યા છે. આ સંદર્ભે તેમણે જિલ્લા ખેતિવાડી અધિકારી, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા માટે બેઠક પરામર્શક કર્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં ૪૯૫ ગ્રામ પંચાયતો છે. જેમાં ૧૮૬ ગ્રામ પંચાયતમાં ૨૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેઓ પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરી રહ્યા છે. ૪૩ ગ્રામ પંચાયતોમાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. જૂનાગઢ પ્રાકૃતિક ખેતીનો વધુ સારો અવકાશ છે. કારણ કે, જિલ્લાની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે. જૂનાગઢ એક કૃષિપ્રધાન જિલ્લો છે અને જિલ્લા વહીવટીતંત્ર લાંબા સમયથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે સામેલ છે. દર રવિવારે શહેરના સરદારબાગ ખાતે પ્રાકૃતિક હાટ (બજાર)નું આયોજન કરવામાં આવે છે. જ્યાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉત્પાદનોમાં તાજા શાકભાજી, ફળો અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે છે. શહેરી વિસ્તારમાં નાગરિકો પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતી ખેતીની તાજી પેદાશો મેળવી શકે છે. દર રવિવારે મોટી સંખ્યામાં લોકોને કુદરતી ખેતી ઉત્પાદનોનો લાભ મળે છે.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખોરાક આધારિત કાફે "પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે" ખોલવામાં આવ્યું છે. જે પ્લાસ્ટિકના કચરાનાં બદલામાં પ્રાકૃતિક ખોરાક પૂરો પાડે છે. અહીં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો અને મસાલા ખરીદી કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર એ કાફે માટે પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો આપવા માટે ૧૦ થી વધુ ખેડૂતો સાથે એમઓયુ કર્યા છે.
