Gujarat

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે ચૂંટણીલક્ષી કામગીરીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો

 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રચિત રાજે જનરલ ઓબ્ઝર્વર શ્રી સી. સુદર્શન રેડ્ડી,  શ્રી આશિષકુમાર અને શ્રી બુદ્ધેશકુમાર વૈદ્ય, ખર્ચ ઓબ્ઝર્વર શ્રી પિયુષ ભારદ્વાજ તથા રવિકાંત અને પોલીસ ઓબ્ઝર્વર સૌમ્યા સાંબાસિવન સમક્ષ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પરની સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. ઉપરાંત ચૂંટણી સંબંધી કામગીરીમાં રોકાયેલા ૧૮ જેટલા નોડલ ઓફિસરશ્રીએ પણ આ સંદર્ભે વિગતો રજૂ કરી હતી. તેના અંતે સંબંધિત ઉકત નિરીક્ષકશ્રીએ દિશા સૂચક માર્ગદર્શન આપ્યું હતું

            કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં સ્ટાફ ડેટાબેઝ, ઇવીએમ મુવમેન્ટ, એફ.એલ.સી, તાલીમ, રેન્ડેમાઈઝેશન, ચૂંટણી લગત સ્ટેશનરી, ઉપરાંત ખર્ચની દેખરેખ અને કાયદો વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

             આ બેઠકમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલ નવી પહેલરૂપ એવા હેલ્થ બુથ અને એનિમલ હેલ્થ બુથ ઉપરાંત પીડબલ્યુડી, સખી અને ઇકો ફ્રેન્ડલી બુથ વિશે પણ નિરીક્ષકશ્રીઓને અવગત કરાવવામાં આવ્યા હતા. સાથે જ મહત્તમ મતદાન માટે બુથ લેવલ અવેરનેસ ગ્રુપ દ્વારા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા ચાલતા મતદાતા જાગૃતિ અભિયાનની જાણકારી આપવામાં આવી હતી.

             સંવેદનશીલ મતદાન મથકોના વેબ કાસ્ટીંગ પદ્ધતિ તેમજ એમસીસી માર્ગદર્શિકા સુનિશ્ચિત કરવા માટેના અલગથી કરાતા પ્રયાસો વિશે પણ ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી. સાથે જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે થયેલ બેઠક સહિત વિવિધ આયોજન અંગે પણ અવગત કરાવવામાં આવ્યા હતા.

             ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને ઉમેદવાર દ્વારા કરાતા ચૂંટણી ખર્ચના હિસાબની જાળવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય ખર્ચ બાબતો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે આ માટે સ્ટેટિક સર્વેલેન્સ સ્કોડ અને આવકવેરા વિભાગ સહિતની ટીમો દ્વારા સતત દેખરેખ અને કામગીરી કરવામાં આવી રહી છે.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખે ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા અંગે કરાયેલા આયોજન તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ કાયદો વ્યવસ્થા અંગે અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયાએ ચૂંટણી વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી.

obsarve-meetting00.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *