Gujarat

જિલ્લા તિજોરી કચેરી ખાતે આઈ.આર.એલ.એ. યોજના હેઠળ રાષ્ટ્રીયકૃત બેન્કો મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ પોતાની આવક તેમજ બચત/રોકાણની વિગતો રજૂ કરવાની રહેશે

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લા તિજોરી કચેરી, નડિયાદ ખાતે આઈ.આર.એલ.એ. યોજના હેઠળ રાષ્ટ્રીયકૃત બેન્કો મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શનરોને નિવેદન કે જે પેન્શનરોની નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પેન્શનની આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓએ તેમની આવક તેમજ બચત/રોકાણની વિગતો પોતાના સાચા PAN નંબર સહિત તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં સત્વરે રજુ કરવાની રહેશે. પેન્શનરોએ તિજોરી કચેરી દ્વારા કાપવાપાત્ર થતો આવકવેરો જાતે સેલ્ફ એસેસમેન્ટથી ભરવાનો નથી. જો નિયત સમયમાં બચતરોકાણોની પ્રમાણિત નકલો નહીં મળે તો ખેડા જિલ્લા તિજોરી કચેરી, નડિયાદ ખાતેથી ગણતરી કરી કપાત કરવાપાત્ર આવકવેરો માહે ૦૧/૨૦૨૩ થી ૦૨/૨૦૨૩ સુધીના સમય માટે પ્રતિ માસ કપાત ચાલુ કરી દેવામાં આવશે. જેની તમામ પેન્શનરશ્રીએ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *