હડતાળને 20 દિવસ થવા છતાં તેઓના પ્રશ્નનો આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી,ત્યારે જિલ્લાના હડતાલ ઉપરના કર્મીઓ આજે મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરીએ એકત્રિત થયા હતા અને રાજ્ય સંઘના આદેશ અનુસાર જિલ્લામાં કોરોના કાળમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર મહિલા કર્મી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી,અને સાથે જ્યાં સુધી તેઓના પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓની હડતાલ યથાવત રહેશે તેવી મક્કમતા દર્શાવી હતી,ઉલ્લેખનીય છે કે જિલ્લાના ચાર કેડરના 400 જેટલા આરોગ્ય કર્મીઓ હડતાળ ઉપર જતા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય લક્ષી સેવાઓ પ્રભાવિત થઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુ


