૨૦૨૨ (બુધવાર) જૂનાગઢ જિલ્લાના ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો કેપિટલ સોલાર તથા ક્રિએટીવ કાસ્ટિંગ લિમીટેડ અને એસ કે ઇન્ડસ્ટ્રીઝ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૦થી ડિપ્લોમા તથા ડિગ્રી એન્જિનિયરીંગની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન શ્રી બહાઉદ્દીન વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે આગામી તા.૧૭ ડિસેમ્બર, ૨૦૨૨ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરુરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા, જિલ્લા રોજગાર અધિકારી(સા.)ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
