Gujarat

જીએસટીએ ગુજરાત રાજ્યમાં પ્રથવાર સુરતમાં એકસાથે ૨૦થી વધુ કેસ તૈયાર કર્યા

સુરત
જીએસટીના સવા પાંચ વર્ષ બાદ હવે ડિપાર્ટમેન્ટે મોટાપાયે ચાર્જશીટ (પ્રોસિક્યુશન)ની શરૂ કર્યું છે. જીએસટીએ એકસાથે ૨૦થી વધુ કેસ તૈયાર કર્યા છે, જેમાં ૭ હજાર કરોડથી વધુના બોગસ બિલિંગના ટ્રાન્ઝેકશન હોવાનો ખુલાસો થયો છે. આ કાંડમાં ૨૩થી વધુ આરોપી છે. રાજયમાં ૫૩ હજાર કરોડના બોગસ બિલિંગ શોધીને ૩ હજાર કેસ કરાયા છે. ડિપાર્ટમેન્ટ તપાસની સાથે સંકળાયેલાં તમામ પુરાવા રજૂ કરી રહ્યો છે. એસજીએસટીના સૂત્રો કહે છે કે અમદાવાદમાં એક કેસમાં ચાર્જશીટ બાદ ટ્રાયલ શરૂ થઈ છે. બોગસ બિલિંગમાં રાજયની આ પહેલી ટ્રાયલ પર સૌની નજર છે. જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તેમાં અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ક્રેડિટ કંઇ રીતે લેવામાં આવી અને બેન્ક ટ્રાન્ઝેકશનના પુરાવા રજૂ કરવામા આવ્યા છે. અધિકારીઓ કહી રહ્યા છે કે બોગસ બિલિંગનો લાભ લેભાગુઓએ બે રીતે લીધો છે એક તો સીધુ રિફંડ બેન્કમાં આવ્યુ, જેને બેન્કમાંથી ઉપાડી લેવાયુ ઉપરાંત ક્રેડિટ લેવાઈ અને તેને ટેક્સની સામે એડજસ્ટ કરી દેવાયું.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *