રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા,ગોસુભા પરમાર સહીત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા..
ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે ધરપકડ કરી છે તેના જોરદાર પ્રત્યાઘાત પડી રહ્યા છે.આ ધરપકડના વિરોધમાં ઠેર-ઠેર સરકાર ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જીગ્નેશ મેવાણીની ધરપકડ ને સખત શબ્દો માં વખોડી રાણપુર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બી.પી.રાણા ને આવેદનપત્ર આપવામાં આવ્યુ અને જીગ્નેશ મેવાણી ને તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગણી સાથે રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મનહરભાઈ પંચાળા(તાલુકા કોંગ્રેસ પ્રમુખ),ગોસુભા પરમાર(તાલુકા કોંગ્રેસ આગેવાન),નરશીભાઈ કોઠારીયા(તાલુકા કોંગ્રેસ કીશાન સંઘ પ્રમુખ),સુરેશભાઈ પરમાર,જીગરભાઈ ગાંજા,પરવેજ કોઠારીયા,રાધેભાઈ પરમાર,દિનેશભાઈ મકવાણા,નવલભાઈ મકવણા,દિપકભાઈ મકવાણા,સાગરભાઈ રૂદાતલા,બશીરભાઈ દેસાઈ,મુસ્તાકભાઈ માંકડ,જોરભા પરમાર,ભરતસિંહ પરમાર,કાળુશા દિવાન,અવિનાશભાઈ મકવાણા,મુકેશભાઈ કીહલા,રમેશભાઈ પંચાળા સહીત રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એ હાજર રહી મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ હતુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર