Gujarat

જીગ્નેશ મેવાણીનો પુષ્પા સ્ટાઈલનો વિડીયો વાયરલ થયો

પાલનપુર
થોડા દિવસ અગાઉ વડગામના એમએલએ જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કર્યા બાદ જીગ્નેશભાઈ મેવાણીને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂ કરાયા હતા. જે બાદ આસામ પોલીસ તેમને લઈને અમદાવાદ એરપોર્ટથી આસામ લઈ ગઇ હતી. જીગ્નેશભાઈ મેવાણીએ ટ્‌વીટ કરવા બાબતે આસામમાં ફરિયાદના આધારે ધરપકડ થઇ હતી. ત્યારે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીને લઇ જતી વખતે પોલીસની ગાડીમાં સ્ટાઇલ કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં જીગ્નેશ મેવાણી બે પોલીસ કર્મચારીઓ વચ્ચે બેઠા બેઠા સાઉથની ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુન જેમ સ્ટાઇલ કરે છે તેમ જીગ્નેશ મેવાણી ‘મૈં ઝુકેગાં નહીં’ જેવી એક્શન કરે છે. જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ આસામના જિલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા હતા. પોલીસે ૧૪ દિવસના રિમાંડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે ૩ દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાઆસામની કોકરાજાર જિલ્લાની કોર્ટે જામીન આપ્યા છે એમ સમાચાર સંસ્થા એએનઆઈનો અહેવાલ જણાવે છે. એએનઆઈ વકીલ જિજ્ઞેશ મેવાણીના વકીલ અંશુમન ખુરાનાને ટાંકીને જણાવે છે કે અદાલતે જામીન આપ્યા છે. મને એફઆઈઆરની નકલ આપી નથી, પણ એવું કહ્યું છે કે, તમે એક ટ્‌વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે. આથી તમારી ધરપકડ કરવામાં આવે છે. ટ્‌વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્‌વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જાેઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી. પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનારી વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી.વડગામના એમએલએ જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે જીગ્નેશ મેવાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જીગ્નેશભાઈ મેવાણી બે પોલીસકર્મી વચ્ચે ગાડીમાં બેઠાં બેઠાં સાઉથની ફિલ્મ ‘પુષ્પા’ સ્ટાઇલમાં ‘મૈં ઝુકેગા નહીં’ જેવી એક્શન કરે છે.

Jignesh-Mewani-in-action-in-Southern-style-Pushpa-style.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *