અમદાવાદ
દેશના વિવિધ રાજ્યોના ૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ ૫ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં જાેડાયા હતાં. આ પ્રસંગે દિપક પરીખે જણાવ્યું હતું કે, ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ડિજીટાઈઝેશન કૃષિના વિકાસ માટે મહત્વનું પરીબળ છે. આઈઓટી, મશીન અને ડિપ લર્નિંગના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી શકાશે. વિશેષમાં કૃષિક્ષેત્રે પાકની લણળી, સિઝન આધારીત ખેતી, જમીનની ગુણવત્તા તેમજ પાકમાં જાેવા મળતાં વિવિધ પ્રકારના રોગ વગેરે બાબતની સચોટ અને સમયાનુસાર જાણકારી આઈઓટીના વપરાશ થકી કેવી રીતે મેળવવી જેવી વિવિધ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. ૫ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં ડિજીટાઈઝેશન ઑફ મેન્યુફેક્ચરીંગ, મશીન અને ડિપ લર્નિંગ તથા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ જેવા વિવિધ વિષય પર તજજ્ઞો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગ દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ વિઝટ પણ કરાવવામાં આવી હતી. ટ્રેનિંગ પ્રોગ્રામના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે પ્રો. દિપક ઉપાધ્યાય, અને પ્રો. ડૉ. ગૌત્તમ મકવાણાને અભિનંદન પાઠવ્યા હતાં.વર્તમાન સમયમાં ટેક્નોલોજી દરેક જનસામાન્યની જરૂરિયાત છે. ડિજીટલાઈઝેશનના આ સમયમાં ઈન્ટરનેટ ઓફ થીંગ્સની ઉપયોગીતા અને તેનું મહત્વ વિશેષ જાેવા મળે છે. જેના અનુસંધાને તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા “ઈમ્પ્લિમેન્ટેશન ઑફ ઈન્ટરનેટ ઑફ થીંગ્સ એપ્લિકેશન યુઝીંગ મશીન એન્ડ ડિપ લર્નિગ” વિષય પર ૫ દિવસીય શોર્ટ-ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને કાર્યક્રમનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, જીટીયુ- જીસેટ દ્વારા સમયાંતરે આઈઓટીના વિવિધ વિષયો પર જાગૃકત્તા કેળવવા માટે અનેક પ્રકારના સેમિનાર અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જે અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે છૈંજીઝ્રના મેનેજર નિલેષ રાણપુરા, ઈન્ડિયન એગ્રીબિઝનેસ સિસ્ટમના સીઈઓ દિપક પરીખ, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, જીટીયુ-જીસેટ સંલગ્ન પ્રો. ડૉ. આર. એ ઠક્કર અને જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી. પંચાલ ઉપસ્થિત રહ્યા હતાં.
