રીપોર્ટર- મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકા ના જીતપુરા થી જમણી સુધી નો રોડ છેલ્લા બે વર્ષ થી બિસ્માર હાલત માં છે ગામના નાગરિકો દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે આ રોડ નું ૭ મહિના પેહલા ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું તે છતાં હજુ સુધી રોડ બનાવામાં આવતો નથી અવાર નવાર અકસ્માત પણ સર્જાય છે અને રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહનો માં પંચર પડે છે અને વાહનો ને પણ નુકશાન થાય છે જેના લીધે પૈસા અને સમય નો પણ બગાડ થાય છે ગામના નાગરિકો ને શાળા કોલેજમાં ,દવાખાના જરૂરી સાધન સામગ્રી કોઈ પણ કામ માટે કઠલાલ અવર -જવર કરવી પડે છે જ્યારે આ વિશે ગામના સરપંચ દ્વારા એવું જણાવ્યું હતું કે આ રોડ નું નવીન સમારકામ કરવા માટે કલેકટર કચેરી, કઠલાલ તાલુકા પંચાયત માં લેખિત માં રજૂઆત કરવામાં આવી છે તે છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તો અહીંના નાગરિકો અને સરપંચ ની તંત્ર દ્વારા સત્વરે આ રોડ નું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે .

