છોટાઉદેપુર જીલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણે વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી સીધો ઇ-સંવાદ યોજી તેમને મળતા લાભો અંગે વાતચીત કરી હતી. રાજય સરકાર દ્વારા છેવાડાના માનવીને પણ લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મળે એ માટે સતત ચિંતા કરવામાં આવી રહી છે. અનેક વ્યક્તિલક્ષી યોજનાના લાભાર્થીઓના ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્ફર દ્વારા જમા કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં પણ સરકાર દ્વારા અમલી અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ ટેકનોલોજીના ઉપયોગથી વિવિધ યોજનાના
લાભાર્થીઓનું સતત મોનિટરિંગ કરતા રહે છે. તેઓએ ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમ જેવી નવતર પહેલથી રાષ્ટ્રીય કક્ષાએ પોતાની ઓળખ બનાવી છે.
આધુનિક ટેકનોલોજી જેવી કે વિડીયો કોન્ફરન્સિંગ ખૂબ જ ઉપયોગી સાબિત રહી છે. ગુગલ મીટ, ઝૂમ એપ્લિકેશન જેવા વિડીયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન જેવા ડિજીટલ માધ્યમ થકી સંદેશા વ્યવહાર જીવંત અને સરળ બન્યો છે.
છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણે પણ ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી જિલ્લાના વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓના લાભ મેળવતા લાભાર્થીઓ સાથે સીધો ઇ-સંવાદ સાધી સંવેદનાસભર વાતચીત કરી હતી. લાભાર્થીઓ સાથે ડીજીટલ માધ્યમના ઉપયોગથી યોજવામાં આવેલા ઇ-સંવાદ કાર્યક્રમ દરમિયાન
જિલ્લા કલેકટરે લાભાર્થીઓને તેમને કઇ યોજનાનો લાભ આપવામાં આવે છે? કેટલી રકમ મળે છે? સમયસર મળી જાય છે કે કેમ? એવા સવાલો કર્યા હતા. જે લાભાર્થીઓએ અરજી કરેલ છે તેવા લાભાર્થીઓને ઝડપથી લાભ મળે એ માટે કલેકટરે તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરોને સૂચનાઓ પણ આપી હતી. લાભાર્થીઓ સાથે યોજવામાં આવેલા ઇ-સંવાદ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટરની સાથે ડેપ્યુટી કલેકટર સુશ્રી. અંકિતા પરમાર તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.