બોટાદ જીલ્લાના રાણપુરમાં મોડેલ સ્કૂલ ખાતે જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બોટાદ તેમજ ઝવેરચંદ મેઘાણી શાળા વિકાસ સંકુલ બરવાળા અને રાણપુર તાલુકા દ્વારા આયોજિત SVS કક્ષાનાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022-23 નું આયોજન થયેલ હતું. જેમાંજુદા જુદા સાત વિભાગની કુલ 36 જેટલી કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરી હતી . કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આઈ.ટી.આઈ બોટાદના પ્રિન્સિપાલ ડી.ડી. લાઠીયા, આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રક્ટર માતરીયા,રાણપુર જન્મભૂમિ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અનિલભાઈ ગોહિલ,મોડેલ સ્કૂલ રાણપુરના કાર્યકારી આચાર્ય કે.એન.રાઠોડ હાજર રહી પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ડી.ડી.પરમારે કર્યુ હતું. પ્રદર્શનનો લાભ રાણપુર અને બરવાળા તાલુકાના વિદ્યાર્થીઓએ બહોળી માત્રામાં ભાગ લીધો તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોડેલ સ્કૂલ રાણપુર અને ધી જન્મભૂમી હાઈસ્કુલ રાણપુર શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


