ગિરગઢડા
ભરત ગંગદેવ…
૧. જુનાગઢનાં મધ્યસ્થ આઝાદ ચોકમાં શિવરાત્રી મેળમાં જવા માટે બસ વ્યવસ્થા માટે
જુનાગઢની નવા જૂની ગ્રુપ દ્વારા કરવામાં આવી રજૂઆત
૨. યાત્રાધામ જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં જુનાગઢ શહેરના મધ્યસ્થ આઝાદચોકથી લોકલ બસની વ્યવસ્થા કરવા જુનાગઢની નવા જૂની ગ્રુપ દ્વારા કરવામાં આવી રજૂઆત
નફો નહી નુકશાન નહીનાં સુત્રને સાર્થક કરતા રું. ૨૦ ને બદલે ૧૦ રૂપિયા જ રાખવા
યાત્રાધામ જુનાગઢમાં અર્વાચીનકાળથી પ્રચલિત મહાશિવરાત્રી મેળો યોજવાનો છે ત્યારે મહાશિવરાત્રી મેળામાં જાહેર જનતાના પરિવારના આવવા અને જવા માટે મીની બસોની વ્યવસ્થા દર વર્ષે કરવામાં આવે છે. ખાસ કરીને આઝાદચોક ખાતે જુનાગઢ સીટી બસ સ્ટોપ હોય અને ત્યાંથી પણ સીટીબસની વ્યવસ્થા કરવામાં આવતી હતી. પ્રવર્તમાન સમયે આ સીટીબસ સર્વિસ કોઈ કારણોસર બંધ છે ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા મહાશિવરાત્રી મેળામાં જાહેર જનતાના પરિવારના આવવા અને જવા માટે વ્યવસ્થા કરવામાં આવે અને માત્ર ૧૦ રૂપિયા જ ટીકીટ રાખવમાં આવે તે અત્યંત જરૂરી છે.
એસ.ટી. વિભાગ દ્વારા મહાશિવરાત્રી મેળામાં જાહેર જનતાના પરિવારના આવવા અને જવા માટે બસસ્ટેન્ડ જુનાગઢથી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ૨૦ રૂપિયા ટીકીટનો દર નક્કી કરવામાં આવેલ છે ત્યારે નફો નહી નુકશાન નહીનાં સુત્રને સાર્થક કરતા રું. ૨૦ ને બદલે માત્ર ૧૦ રૂપિયા જ રાખવા માટે જુનાગઢની નવા જૂની ગ્રુપનાં મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકા જુનાગઢ પાસે આઝાદચોક થી જુનાગઢ (ગીરનાર) દર્શન માટે આગાઉ બે બસ ખરીદ કરવામાં આવેલ છે જે હાલ જાહેર જનતા માટે કોઈ કામમાં ન આવતી હોવાની ચોકાવનારી વિગતો મળેલ છે. ત્યારે આ બસને મહાશિવરાત્રી મેળામાં જાહેર જનતાના પરિવારના આવવા અને જવા માટે વ્યવસ્થાનાં ભાગરૂપે જનતાના હિતાર્થે ઉપયોગમાં મૂકવા જુનાગઢની નવા જૂની ગ્રુપના સાગરભાઈ નિર્મળ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.
જુનાગઢમાં આઝાદચોક ખાતે સીટી બસસ્ટેન્ડ આવેલ છે અને પાર્કિંગ વ્યવસ્થા પણ હોય ત્યારે જૂનાગઢનો મધ્યસ્થ વિસ્તાર હોવાથી જુનાગઢ શહેરની જનતાને ટુ વ્હીલર (દ્રી ચક્રિય) વાહનો અહી પાર્ક કરીને ભવનાથ જવામાં સરળતા રહે અને આ રીતે એક મોટી ટ્રાફિકની સમસ્યા પણ નિવારી શકાય છે.
Attachments area


