અગત્યના ડોક્યુમેન્ટ અને રૂ 8000 સાથે ખોવાયેલ પાકીટ પોલીસે શોધી કાઢ્યું.
સાગર નિર્મળ
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ધીરજલાલ દામોદરદાસ રૂપારેલીયાનુ રૂ. ૮,૦૦૦/- રોકડ રકમ સહીતનુ ખોવાયેલ પાકીટ નેત્રમ શાખા તથા એ ડિવિઝન પોલીસ દ્રારા શોધી અને ધીરજલાલને પરત આપવામાં આવ્યું હતું.
ધીરજલાલ રૂપારેલીયા જૂનાગઢમાં રહે છે ચેવડા તેમજ ફરસાણનો વેપાર કરી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે. ધીરજલાલ દાણાપીઠમાં સામાન લેવા ગયેલ હોય અને પોતાનુ પાકીટ કે જેમાં ૮,૦૦૦/- રોકડ રૂપીયા તથા અગત્યના ડોક્યુમેન્ટ હોય તે પાકીટ ક્યાંક ખોવાઇ ગયેલ, તે વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ એ ડીવીઝનના પી.આઇ. એમ.એમ.વાઢેરને કરતા પી.આઇ. એમ.એમ.વાઢેર દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા અને એ ડીવીઝન પોલિસ દ્રારા ગંભીરતા સમજી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી
પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરી જૂનાગઢ પોલિસની ટીમ દ્વારા જહેમત ઉઠાવી દાણાપીઠ વિસ્તારમાં સુગર & ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશન દ્વારા ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરા તથા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ધીરજલાલ રૂપારેલીયાનુ પાકીટ અંબીકા ટ્રેડર્સ પાસે નજરે પડેલ અને કોઇ વ્યક્તિ આ પાકીટ લેતા હોય તેવું CCTV ફૂટેજમાં ધ્યાને આવેલ.
નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિની CCTV ફૂટેજ આધારે વિગતવાર ચકાસણી કરતા તે વ્યક્તિનો સ્પષ્ટ ચહેરો મળી આવેલ હતો અને એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા તે વ્યક્તિ દીપકભાઇ સુરેશભાઇ દેવાણી હોવાનુ શોધી કાઢેલ. એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા દીપકભાઇને શોધી પૂછ પરછ કરતા ૮,૦૦૦/- રોકડ રકમ સહીતનુ પાકીટ પોતાની પાસે જ હોવાનુ જણાવેલ.
ધીરજલાલ રૂપારેલીયાનુ રૂ. ૮,૦૦૦/- રોકડ રકમ સહીતનુ પાકીટ પોલીસ દ્રારા કબ્જે મેળવી સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધીરજલાલ દ્રારા એ ડીવીઝન જૂનાગઢ તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને એ ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ધીરજલાલનુ રૂ. ૮,૦૦૦/- રોકડ રકમ સહીતની કીંમતનુ પાકીટ પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.


