સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢના હૃદયસમા વિસ્તારમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું.
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થતાંની સાથે જ જૂનાગઢની જનતામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા હતો. લોકોના ટોળે ટોળા વળી આ નયનરમ્યો નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા. જૂનાગઢના વરસાદી માહોલમાં ઘરે ઘરે ભજીયા પાર્ટીના આયોજન થયા હતા અને ભજ્યાની સોરભ પ્રસરી રહી હતી સાથે વરસતા વરસાદી માહોલમાં લોકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા.


