Gujarat

જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા વાગરા પંથકમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા

ભરૂચની શાળાઓેને વિજ્ઞાનનુ્ં જ્ઞાન મળે તે માટે મોબાઈલ સાયન્સ લેબ તેમજ કુપોષિત બાળકો માટે ન્યુટ્રીશન કીટ અર્પણ
ભરૂચ: ભરૂચની ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ માટે જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશનની મોબાઈલ સાયન્સ લેબનો કોન્સેપ્ટ પ્રસ્તૂત કર્યો છે. જુબિલન્ટ ઈન્ગ્રેવિયાનાં સીઈઓ અને મેનેજીંગ ડાયરેક્ટર રાજેશ શ્રીવાસ્તવ અને ટીમ તેમજ વોરાસમની ગામના સરપંચ ઝાકીર પટેલ દ્વારા આ મોબાઈલ સાયન્સ લેબને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.  મોબાઈલ સાયન્સ લેબનાં માધ્યમથી ધોરણ 6 થી 8નાં બાળકોને અદ્યત્તન રીતે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓનો અભ્યાસ કરાવવામાં આવશે. આ નવીવ પ્રયોગથી બાળકોમાં પણ અનેરો ઉત્સાહ ઉભો થયો છે.આ લેબનો લાભ વાગરા પંથકની 14થી વધુ શાળાઓને મળશે.
આ ઉપરાંત જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન ભરૂચ ટીમ દ્વારા વાગરા તાલુકાના કુપોષિત બાળકોને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી રહી છે. વાગરા અને વોરાસમની ગામમાં 50થી વધુ ન્યુટ્રિશનલ કિટ્સનું વિતરણ કરાયુ છે.તેમજ આ મુદ્દા વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો છે.આગામી દિવસોમાં પણ અનેક સ્થળે આ પ્રકારની કિટનું વિતરણ ચાલુ રખાશે. ન્યુટ્રીશન કીટમાં મગની દાળ,ચણાની દાળ, પ્રોટીન પાવડર અને ગોળનો સમાવેશ થાય છે.

IMG-20220930-WA0175.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *