Gujarat

જૂનાગઢના ઝફર મેદાનમાં ન્ઝ્રમ્એ દરોડો પાડી ૨૩.૫૧ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

જૂનાગઢ
થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં લઈ બુટલેગરો દારૂની હેરાફેરી કરવા સક્રીય બન્યા હોય જૂનાગઢ પોલીસે ખાસ ટીમો બનાવી કામગીરી હાથ ધરી છે. ત્યારે જૂનાગઢના ઝફર મેદાનમાં એક ટ્રકમાંથી નાના વાહનમાં જ્યારે ઈંગ્લીશ દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એલસીબીએ ત્રાટકી ૨૩ લાખ ૫૧ હજારની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જાે કે, દારૂનું કટિંગ કરી રહેલા શખ્સો પોલીસને જાેઈ નાશી છૂટતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે. જુનાગઢના ગાંધીગ્રામ ઇવનગર રોડ પર આવેલી માહી ડેરી સામે આવેલ ઝફર મેદાનમાં ટ્રક અને એક છોટા હાથી દેખાતા અમુક ઇસમો ટ્રકમાંથી છોટા હાથી માંથી કોઈ વસ્તુ હેર ફેર કરતા હોવાનું જણાતા પોલીસ ત્યાં પહોંચતા પોલીસને જાેઈ અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતા..પોલીસ દ્વારા વાહનો તપાસતા વાહનોમાં બાજરીના પ્લાસ્ટીકના બાચકાઓની આડમાં વિદેશી દારૂની પેટી નંગ-૪૫૬ ,બોટલ નંગ-૮૬૦૪ કિ.રૂ.૨૩,૫૧,૫૨૦ નો દારુ ટ્રક અને વાહન સહિત કુલ કિ.રૂ.૩૭,૫૯,૦૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. થર્ટી ફર્સ્ટ ની ઉજવણીમાં દારૂની રેલમ થાય તે પહેલા જ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ જે.એચ.સિંધવ, પીએસઆઈ જે.જે.ગઢવી અને પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા જૂનાગઢ તાલુકાના પો.કોન્સ. ગોવિંદભાઇ પરમારની બાતમી ના આધારે ગાંધીગ્રામ પકડાયેલ દારૂના ગુન્હામાં જુનાગઢના ૬ થી વધુ આરોપીઓ કાનો ઉર્ફે બાડો દેવરાજ કોડીયાતર,ભુપત પુજા કોડીયાતર,કીરીટ ઉર્ફે કીડો ભગા છેલાણા,ચના રાણા મોરી,પાંચા પુંજા કોડીયાતર, કાના રાણા મોરી વિરૂદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુંહોં દાખલ કરવામાં આવ્યો હતો..

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *