Gujarat

જૂનાગઢના બરૂલા ગામે જુગાર રમતા ૧૯ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ
જૂનાગઢ એલસીબીએ ચોરવાડના બરૂલા ગામેથી જુગાર રમતા ૧૯ શખ્સોને ૭,૧૭,૬૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ જુગારની પ્રવૃત્તિને નાબુદ કરવા ઉચ્ચ અધિકારીની સૂચના બાદ એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમી મળી કે, બરૂલા ગામની ડાંડેરી સીમ વિસ્તારમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં જુગાર રમાડાઇ રહ્યો છે. બાદમાં એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો.દરોડો દરમિયાન કુલ ૧૯ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. એલસીબીએ જુગાર અડ્ડા પરથી રોકડ ૩,૧૨,૦૭૦, નાલના ૧૮,૨૦૦,મોબાઇલ ફોન ૧૮ કિંમત રૂપિયા ૧,૫૭,૦૦૦, મોટર સાઇકલ નંગ ૭ કિંમત રૂપિયા ૨,૩૦,૦૦૦ તેમજ દારૂની બોટલ ૩ કિંમત રૂપિયા ૩૫૦ મળી કુલ ૭,૧૭,૬૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં તમામ સામે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. દરમિયાન ૧૯ પૈકી ૮ શખ્સો પીધેલી હાલતમાં હોય તેમની પાસેથી દારૂની ૩ બોટલ પણ મળી આવતા તેમની સામે પ્રોહિબીશનનો ગુનો પણ દાખલ કર્યો છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *