જૂનાગઢ
જૂનાગઢના ભેસાણમા પટેલ સમાજ વાડી ખાતે દીવાળીના તેહવાર ને લઈ ભેસાણના નવ નિયુક્ત પી.એસ.આઇ. એમ. કે. મકવાણા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામા આવી હતી.આ તકે ભેસાણના તમામ પક્ષના પદ અધિકારી ઓ તેમજ તમામ ગ્રામ પંચાયતોના સરપંચો,વેપારી એસોસિયન તેમજ સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો ને બેઠકમાં બોલવવા આવ્યા હતા. આવતા દિવાળીના પર્વના તહેવારને લઈ ભેસાણ પંથકમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વેચાણ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભેસાણના નવ નિયુક્ત પી.એસ.આઇ. એમ.કે.મકવાણા એ તમામ નાગરિક નો અને તમામ આગેવાનો નો સાથ અને સહકાર આપવા જણાવ્યું હતું. પી.એસ.આઇ.એ ખાત્રી આપી હતી કે તમારો બધા નો સાથ સહકાર મળશે તો તમામ બૂટલેગરો ,અને આવારા તત્વોને ને ભો ભેગા કરી દઈશું.અને તાલુકામા અને આસપાસ ના ગામો મા થતી ગેર પ્રવુતિ બંધ કરવામાં આવશે.જેમાં દારૂ જુગાર ખનિજ. વ્યાજ વટાવ જેવી અનેક પ્રવુતિ બંધ કરવાની ખાત્રી આપી હતી અને પીએસઆઈ એમ.કે.મકવાણાએ પોતાની પર્સનલ મોબાઈલ નંબર જનતા માટે જાહેર કર્યો હતો. અને તમામ નાગરિકે આં નંબર પર જાણ કરવી જેની તત્કાલ ધોરણે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.આ બેઠકમા આવનાર તમામ નગરજનોનો આભાર માન્યો હતો..
