Gujarat

જૂનાગઢના મજેવડી ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ મેનેજર દ્વારા સહકારી મંડળીના સભ્યો અને ખેડૂતોને સરકારી સહાય અંગે માર્ગદર્શન અપાયું

 જૂનાગઢ તાલુકાના મજેવડી ગામમાં નાબાર્ડ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મજેવડી સહકારી મંડળીના ચેરમેન, સભ્ય અને ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

મજેવડી ગામ ખાતે યોજાયેલ નાબાર્ડની સમીક્ષા બેઠકમાં નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ મેનેજર  કિરણ રાઉતે, એસબીઆઈ આરસેટીના ડાયરેક્ટર વિજયસિંહ આર્યા સહિતનાઓએ નાબાર્ડની કામગીરી અને બેંકની સહાય, લૉન, વીમા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે મજેવડી એસબીઆઇના મેનેજર હરી કોટેશ્વર રાવ, સહકારી મંડળીના પ્રમુખ મનસુખભાઈ તથા મંડળીના સભ્યો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એસબીઆઇના એફએસસી દિલીપભાઈ સોગાણી દ્વારા કરવામાં આવ્યુ હતું અને આભાર વિધિ મંડળીના મંત્રી દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *