જૂનાગઢ
જૂનાગઢ વિસાવદર રેન્જ ફોરેસ્ટર વિક્રાંતસિંહ જાડેજાએ ચાલીસેક વર્ષ અગાઉ બાંધકામ થયેલ જુના ગાર્ડ ક્વાર્ટરની ડીસીએફની લેખિત સૂચનાથી જાહેર હરાજી રાખેલ હતી. જેમાં ગામના લોકો પણ હાજર રહેલ ત્યારે હરરાજી દરમ્યાન હસનાપુરમાં જ રહેતા હરેશ વલ્લભદાસ ગોંડલીયાએ તમોએ હરાજી કરવા માટે અમોને જાણ કરેલ નથી અને હરાજીની યોગ્ય કાર્યવાહી કરેલ નથી તેમ કહી ઊંચા અવાજે બોલી ઉશ્કેરાઈ જાય આર.એફ.ઓ. તથા સ્ટાફને ગાળો દઈ ઝપાઝપી કરવા લાગેલ હતો. જેમાં આર.એફ.ઓ.ને હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી. આ અંગે આર.એફ.ઓ.એ વિસાવદર પોલીસમાં ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ર્છ આ હુમલાની ઘટના સામે ગ્રામજનો મેદાનમાં આવી સ્થાનિક શખ્સે હરરાજીની પ્રક્રિયા યોગ્ય ન હોવાના આક્ષેપ સાથે હુમલો કર્યાની વનવિભાગની ફરીયાદ ખોટી ગણાવી હતી. ઉલ્ટાનું વન વિભાગે હસનાપુરમાં આતંક મચાવ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને લઈ જ હસ્નાપુર ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને સમસ્ત ગામ દ્વારા રેલી યોજી વનવિભાગ સામે આવેદનપત્ર આપવાનો ર્નિણય કર્યો હતો. ગ્રામજનોએ વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરી લડત ચલાવવાનું એલાન કરેલ હોય જેને કોંગ્રેસના આગેવાનોએ ટેકો જાહેર કર્યો હતો. જેથી આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમાશે ત્યારે શું થશે તે જાેવું રસપ્રદ રહેશે.જૂનાગઢના વિસાવદર તાલુકાના હસનાપુર ગામમાં વનવિભાગના જર્જરિત કવાટર્સની હરરાજી સમયે એક શખ્સે વનવિભાગના આરએફઓ અને સ્ટાફ પર હુમલો કર્યાની ઘટના બનતા ચકચાર પ્રસરી ગઈ હતી. આ ઘટનાને લઈ આરએફઓએ ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો હતો. જેમાં ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કરી ફોરેસ્ટ વિભાગે ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે.