Gujarat

જૂનાગઢના ૭૮ વર્ષના ડોક્ટર દંપતીએ સજોડે મતદાન કરી કહ્યું, લોકશાહી મજબૂત બનાવવા અવશ્ય મતદાન કરો

જૂનાગઢ શહેરના મોતીબાગ પાસે કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. અહીંયા વહેલી સવારે ૭૮ વર્ષીય ડોક્ટર દંપતીએ મતદાન કરી કહ્યું કે, લોકશાહી મજબૂત બનાવવા માટે અચૂક મતદાન કરવું જોઈએ.

    ડો. ચંદ્રકાંત નાણાવટી નિવૃત્ત ઓર્થોપેડિક ડોક્ટર છે અને તેમના ધર્મ પત્ની ડો. બસંતીબેન નાણાવટી એમડી ફિઝિશિયન છે. તેમણે લોકશાહીના મહાપર્વમાં મતદારોએ મતદાન કરી અવશ્ય સામેલ થવું જોઈએ. આ સાથે તેમણે મોડલ મતદાન મથકમાં મતદાનના અનુભવને પણ યાદગાર ગણાવ્યો હતો.

doctor-dampati-vote1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *