Gujarat

જૂનાગઢની દરગાહમાં કામ કરતા યુવક પર બે ઈસ્મોએ હુમલો કર્યો

જૂનાગઢ
જૂનાગઢના ઇન્દીરાનગરમાં રહેતો આયુષ મનોજભાઈ ચાવડા નામનો યુવક પોતાના ઘર પાસે આવેલી મસ્તાનશાહ પીરની દરગાહમાં ઘણા સમયથી સેવા પૂજા કરવા જતો હતો અને દરગાહ પાછળ આવેલ ઓરડી જેવા રૂમમાં જ સુતો હતો. શખસોએ ઓરડીનો દરવાજાે ખખડાવતા આયુષે દરવાજાે ખોલતા જ બે અજાણ્યા શખ્સો ત્યાં ઉભા જાેવા મળેલ અને આયુષ કંઈ સમજે તે પૂર્વે જ અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે હુમલો કરી એક ઘા છાતીમાં બીજાે ઘા કોણી અને ત્રીજાે ઘા પેટની સાઈડમાં મારી દીધો હતો. જેથી આયુષે બુમાબુમ કરવા લાગતા બંન્ને શખ્સો નાસી જવા લાગેલ અને જતા જતા દરગાહ છોડી જતો રહેજે નહીતર મારી નાંખીશું એવી ધમકી આપી હતી. બાદમાં ઇજાગ્રસ્ત આયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાંથી આયુષે ઉપરોક્ત વિગતો સાથે બંન્ને અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જૂનાગઢના ઈન્દીરાનગર વિસ્તારમાં આવેલી દરગાહમાં સેવા કરતા જતા યુવક ઉપર બે અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને દરગાહ છોડી જતો રહેજે નહીતર મારી નાખીશું એવી ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત યુવકએ ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી બંન્ને હુમલાખોરોને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *