Gujarat

જૂનાગઢની પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો કે કુલડીમાં ગોળ ભાંગ્યો ? 

રિપોર્ટ ઋષિ જોશી જનતા કી જાણકારી ન્યુઝ જુનાગઢ.
જિલ્લા પોલીસ વડાએ મળતિયાઓને બોલાવીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી શહેરના મોટાભાગના પત્રકારોને જાણીજોઈને દૂર રખાયા
યુવાઘનને નશાની લતમાં બરબાદ કરવાના મોટા ષડ્યંત્રનો પર્દાફાશ થાય તેમ છે, પરંતુ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ એકને દબોચી સંતોષ માની વાહ વાહી કરાવી લીધી
શહેરમાં ઠેકઠેકાણે વિદેશી દારૂના હાટડા સહિતના ગેરકાયદેસર ધંધા ધમધમી રહ્યા છે પરંતુ પોલીસને અમુક ટકાવારી માંજ દારૂના જથ્થાને પકડી મળતીયાઓને બોલાવી ફોટો સેશન કરાવી વાહવાહી કમાઈ લેવાનું વ્યસન
જૂનાગઢ : ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હોવાની વાતો શહેરમાં વહેતી થઈ છે. પરંતુ આ બાબતે પોલીસે મગનું નામ મરી પાડયું નથી જોકે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હોય તેવા વાવડ મળી રહ્યા છે, પરંતુ આ કાંડની પાછળ પાછળ પોલીસનું પણ કોઈ કાંડ આકાર લઇ રહ્યું હોય તેવો અંદાજ જાગૃત લોકો લગાવી રહ્યા છે, કારણ કે છેલ્લા ચોક્કસ સમયથી પોલીસના અધિકારીઓની મીઠી નજર નીચે નીચેના કર્મચારીઓ દ્વારા સિલેક્ટેડ પત્રકારોને બોલાવીને જ વિગતો આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય પત્રકારોના મોબાઈલ રિસીવ કરવાની પણ જૂનાગઢના સતત વ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓ તસ્દી લઈ રહ્યા નથી.
ત્યારે ચોક્કસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘણા સમયથી બાતમી મળી હતી કે, જૂનાગઢના રામદેવપરા કસ્તુરબા સોસાયટીમાં રહેતો હરેશ ભુપતભાઇ વદર નામનો શખ્સ પોતાના મકાનમાં મોટાપાયે ડ્રગ્સના જથ્થાનું ડીલિંગ કરી રહ્યો હોય, આ પ્રકારની વિગતો મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો. પણ કાંઈ વાંધાજનક હાથ લાગ્યું ન હતું. જો કે પોલીસને ચોક્કસ બાતમી મળી હોવાથી આરોપી અને તેના મકાનમાં ગુપ્ત રીતે વોચ રાખી હતી. એ દરમિયાન એક કાર આવતા અને બાદમાં ડ્રગ્સનું ડીલિંગ થતા દોલતપરા વિસ્તારમાં એલસીબીના કર્મચારીઓ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે આ રીતે શહેરમાંથી લાખોની કિંમતનો મેક્રેડોન ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. મોટી માત્રામાં મેક્રેડોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની જૂનાગઢના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે. ક્રાઈમ બ્રાન્ચે દોલતપરા વિસ્તારમાંથી મેક્રેડોન ડ્રગ્સનો ૨૩૩.૭૮ ગ્રામ, કિંમત ૨૩,લાખનો જથ્થા સાથે કુલ રૂ. ૨૮, લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે હરેશ ભુપત વદર નામના શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહિ મળી આવેલ સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ પ્રકરણમાં હજુ પણ જો પોલીસ નું સેટિંગ બંધ ન બેસે તો અનેક લોકોના નામ ખૂલે તેવી શક્યતા સેવાઈ રહી છે.
હિતેશ જોષી….. જુનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *