આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગાને લઈને જૂનાગઢ જિલ્લો તિરંગાના રંગે રંગાયો છે. જૂનાગઢના બાદલપુર ગામ નજીક આવેલા ઓઝત-૨ ડેમ પર તિરંગાઓ લહેરાવવામાં આવ્યા છે.હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત વિવિધ સ્થળો તેમજ લોકો પોતાના ઘરે તિરંગો લગાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ઓઝત-૨ ડેમ પર સિંચાઈ વિભાગ દ્વારા તિરંગા લહેરાવવામાં આવ્યા છે. તેમજ ડેમ પર વિવિધ લાઈટોથી તિરંગાની રોશની દ્વારા શણગાર કરવામાં આવ્યો છે.