Gujarat

જૂનાગઢમાં  ઉષા બ્રેકો રોપવે અને નેચર ફસ્ટ ટીમે દ્વારા ગીરનાર ઉપર પ્લાસ્ટિક મુક્ત અભિયાન 

સાગર નિર્મળ
જૂનાગઢ
05/06/2022
જૂનાગઢ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા કરતી એનજીઓ નેચર ફર્સ્ટના યુવાનોએ ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ આને ગિરનાર રોપ વે ના સ્ટાફના સહયોગથી ગિરનાર ઉપર અંબાજી મંદિરના પાછળના ભાગે પ્રકૃતિ માટે ઝેર સમાન જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું નેચર ફર્સ્ટના યુવાનો સાથે ઉભા બ્રેકો કંપનીના અધિકારીઓ તેમજ સ્થાનિક ગિરનાર રોપ વે ના અધિકારીઓ તેમજ સ્ટાફના યુવાનો જોડાયા હતા
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર  આજે વિશ્વ પર્યાવરણ દિવસ ને લઈને ઘણી બધી સરકારી સંસ્થાઓ અર્ધ સરકારી સંસ્થાઓ એનજીઓ દ્વારા આ દિવસની અલગ-અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જૂનાગઢમાં ઘણા લાંબા સમયથી નિસ્વાર્થ ભાવે પ્રકૃતિની સતત ચિંતા કરતા યુવાનોની સંસ્થા નેચર ફર્સ્ટ દ્વારા ગિરનાર પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન માટે ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરતા કંપનીના અધિકારી દીપકભાઈ કપલીશ દ્વારા યુવાનોની આ વાતને વધાવી લઇ શક્ય એટલો સહયોગ આપવા અને અભિયાનમાં તેમની પણ ટીમ સહયોગ માટે સાથે જોડાશે તેવી ખાતરી આપી હતી ઉષા બ્રેકો તેમજ નેચર ફર્સ્ટ ના મળી ૩૫ જેટલા યુવાનોએ મિશન નેચર ફર્સ્ટ માં ભાગ લીધો હતો પ્રકૃતિના જતન માટે સતત કામ કરતી સંસ્થા નેચર ફર્સ્ટ ની ટીમ તથા ઉષા બ્રેકો ફાઉન્ડેશન ( ગિરનાર રોપવે ) ના સહયોગથી  પર્યાવરણ દિવસ ની ઉજવણીના ભાગરૂપે સવારના 9:30 કલાકથી ગિરનાર ઉપર અંબાજી મંદિરની પાછળના જંગલ વિસ્તારમાં ૩૯ ,મું પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું એનજીઓ તેમજ રોપવેના અધિકારીઓ અને સ્ટાફ ના ૩૫ જેટલા યુવાનોએ આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમિયાન આશરે ૧૦૦૦ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો.
નેચર ફર્સ્ટ ના પ્રમુખ ભરત બોરીચા દ્વારા જણાવાયું હતું કે આમ જોઈએ તો દરેક દિવસ પર્યાવરણ નો દિવસ છે અમારી સંસ્થા સતત પ્રકૃતિની ચિંતા કરતી આવી છે અને કરતી પણ આવશે પ્રકૃતિનું જતન કરી સમાજની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમારી સંસ્થા દરેક દિવસને પ્રકૃતિનો દિવસ માને છે જેના ભાગરૂપે આજે ગીરનારના જંગલ વિસ્તાર માંથી અમારી સંસ્થાએ ૩૯, મું પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યું હતું વધુમાં તેમણે પોતાની વાતમાં ઉમેર્યું હતું કે દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માની કોઈપણ પ્રકારના બાહ્ય આડંબરો કે ફોટો સેશન નો મોહ છોડી થોડો સમય ફાળવે તે આજના સમયની જરૂરિયાત છે સાથે સાથે જંગલ વિસ્તારમાં રજાના સમયે ફરવા જતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તારના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક કચરો ન કરે તેવો અનુરોધ કર્યો હતો ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓએ આજના અભિયાનમાં આપેલ સહયોગ બદલ તેમના માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *