Gujarat

જૂનાગઢમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો

જૂનાગઢ
કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેકસીન આપવાની કામગીરી પણ જીલ્લાીમાં પુરજાેશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાીમાં ૧૮૫૯ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાર છે. જ્યારે જિલ્લા માં કન્ટેાઈન્મેન્ટ૫ ઝોનમાં ૧૬૪૯ ઘરોમાં ૯૨૨૪ લોકો છે. જિલ્લારમાં ધનવંતરી રથોમાં તૈનાત ૪૭ મેડીકલ ટીમોએ ૪૫૭૭ લોકોને ઓપીડી મુજબ તપાસ કરેલી છે.કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસો સુધી જૂનાગઢ જિલ્લા માં કોરોનાના સર્વોચ્ચ કેસો આવ્યા બાદ કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં નવા કેસોમાં બે ગણો ઘટાડો જાેવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ૮૫ જેટલા કોરોનાના નવા કેસો નોંધાયા છે. કેસો વધવાની સિ્‌ મ તિ વચ્ચેૂ જૂનાગઢ જિલ્લાછમાં સારવાર લઇ રહેલ ૯૫ જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે. નોંધાયેલા નવા કેસોમાં જિલ્લાવમાં જૂનાગઢ શહેરમાં ૫૪, જૂનાગઢ ગ્રામ્યેમાં ૧૭, માળીયામાં ૧, માણાવદરમાં ૩, મેંદરડામાં ૧, માંગરોળમાં ૧, વંથલીમાં ૩, વિસાવદરમાં ૫ કેસ નોંઘાયા છે. ઘણા દિવસોથી જૂનાગઢ જિલ્લા માં સતત વધી રહેલા કોરોના કેસોના વચ્ચે ગઇકાલ સવાસો જેટલા કેસો નોંધાયા બાદ કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *