Gujarat

જૂનાગઢમાં મેસેજ લખવા મુદ્દે બે મિત્રો પર પાંચ શખ્સોએ હુમલો કર્યો

જૂનાગઢ
જુનાગઢ તાલુકાના માખીયાળા ગામમા રહેતા અને ગોંડલ વેપાર કરતા હિતેશ હરિભાઈ ગજેરા અને તેના મિત્ર હરેશ ભીખાભાઈ ગજેરા ગામમાં આવેલા મંદિરના બાંકડે બેસીને સોશ્યલ મીડિયાના ગૃપમાં ચેટીંગ કરતા હતા. આ સમયે ગૃપમાં જીજ્ઞેશ કાંતી ગજેરાએ રાજકીય નેતા સાથે પડાવેલો ફોટો મુક્યો હતો. ત્યારબાદ અન્યએ ફોટો ગૃપમાં મુક્યો હતો. આ દરમિયાન હિતેશભાઈએ ગોંડલ યાર્ડના ચેરમેન સાથે પડાવેલો ફોટો મુક્યો હતો. જેથી ગૃપના સભ્ય મિલન ટીલાળાએ આ કોણ છે, તેમ લખ્યું હતું. ત્યારે હિતેશભાઈએ અભદ્ર ભાષામાં જવાબ લખતા જીગ્નેશે પાદરમાં આવું છું એમ લખ્યું હતું. પછી જીજ્ઞેશ કાંતી ગજેરા, કાંતી દેવજી ગજેરા, ગોપાલ વલ્લભ ટીલાળા, મિલન ગોપાલ ટીલાળા અને અન્ય એક અજાણ્યા શખ્સએ આવી હિતેશભાઈ અને તેના મિત્ર હરેશભાઇ ઉપર પાઈપ અને લાકડી વડે હુમલો કરી માથામાં ઇજાઓ પહોંચાડી હતી. આથી બંન્નેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ હુમલો બઘડાટી મામલે ઇજાગ્રસ્તે ફરીયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જૂનાગઢના માખીયાળા ગામમાં સોશ્યલ મીડિયાના ગૃપમાં રાજકીય લોકોના ફોટા મુક્યા બાદ ગૃપમાં બઘડાટી બોલતા પાંચ શખ્સોએ બે મિત્રો પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી બન્ને મિત્રોને ઇજા પહોંચી હતી. ત્યારે આ બઘડાટી મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

C-Division-Police-Station-Junagadh-City.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *