જૂનાગઢ
જુનાગઢની પટેલ રેસ્ટોરન્ટમાં બે દિવસ પહેલા થયેલી માથાકૂટ અંગે રેસ્ટોરન્ટના કારીગર છતરસિંગ હુકમસિંગ વરાત (ઉ.વ.૨૫ રહે.મજેવડી ગેઇટની બાજુમા, જુનાગઢ, મુળ રાજસમંથ ગામ, રાજસ્થાન) એ ચાર અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવેલ કે, ચારેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદની સાથે રેસ્ટોરન્ટમાં કામ કરી રહેલ તે સમયે બોલાચાલી કરી ઝઘડો કરી કારીગરને તથા તેના સાથી કર્મીઓને માર મારી માથામાં ઝાડના કુંડા મારી લોહી નિકાળી ઇજા કરી હતી. જે વિગતોના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ હોટેલમાં થયેલ બબાલના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જાેવા મળતા મુજબ ચાર લુખ્ખાઓ રીતસર રેસ્ટોરન્ટમાં આવી લુખ્ખાગીરી ઉપર ઉતરી આવી રેસ્ટોરન્ટના સ્ટાફને વિનાકારણે માર મારી આંતક મચાવ્યો હતો. આ ઘટના અંગે બી ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલએ સીસીટીવી ફુટેજાે ચેક ફરી તેના આધારે આરોપીઓની ઓળખ મેળવીને હાલ ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. હાલ આ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જૂનાગઢની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં કામ કરતા રાજસ્થાનના કારીગરો ઉપર ચાર અજાણ્યા શખ્સોએ કોઈ બાબતે માથાકુટ કરીને હંગામા સાથે આંતક મચાવ્યો હતો. ચારેય અજાણ્યા શખ્સોએ રાજસ્થાનના કારીગરો ઉપર ઝાડના કુંડા ફટકાર્યા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરીને ત્રણ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.