Gujarat

જૂનાગઢમાં લોહાણા સમાજના દ્વારા નાગ પંચમીની કરવામાં આવી ભવ્ય ઉજવણી.

લોહાણા સમાજ જૂનાગઢ દ્વારા નાગપંચમીના તહેવારે પૂજનઅર્ચન માટે કરવામાં આવ્યું હતું ભવ્ય આયોજન

સાગર નિર્મળ

જૂનાગઢ

18/07/2022

ગૂજરાતની ધર્મપ્રેમી જનતા દ્વારા દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં દરેક તિથીનું કાઈને કાઈ મહત્વ દર્શાવ્યું છે પછી પૂનમ હોય કે અમાસ હોય હિન્દુ સંસ્કૃતિમાં ઋષિમુનિઓ દ્વારા વ્રત કરવાથી મળતા સુખો અને પુણ્ય પણ દર્શાવવામાં આવ્યા છે. ખાસ દરેક વ્રત પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણો પણ ક્યાંક છુપાયેલા હોય છે તેવું પણ વડીલો દ્વારા જણાવવામાં આવે છે.
સામન્ય રીતે નાગને જોતા જ ડર લાગે છે પરંતુ અહી લોહાણા સમાજ દ્વારા નાગને દેવતા માનવામાં આવે છે અને તેને પૂજન કરવાથી પરિવારની રક્ષા થાય છે તેવું પણ એક માયતમ પણ વર્ણવામાં આવ્યું છે. ખાસ કરીને સૂર્ષ્ટીની એક સાયકલ હોય છે જેમાં દરેક વનસ્પતિ અને જીવનો કોઈ ને કોઈ ભૂમિકા નક્કી થયેલ જ હોય છે તેવી રીતે નાગ એ સૃષ્ટિજીવનની પણ ભૂમિકા ભજવે જ છે, ઉંદરનું મારણ કરતા નાગને એક રીતે ખેડૂતનો મિત્ર પણ માનવામાં આવે છે. 
જૂનાગઢના જલારામ ભક્તિધામ ખાતે આષાઢ વદ પાંચમને દિવસે પ્રો.પી.બી. ઉનડકટ નાં માર્ગદર્શન હેઠળ મહિલા મંડળની બહેનો દ્વારા નાગપંચમી નિમિતે નાગ દેવવતના પૂજન માટેની ખુબજ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ દૂરદૂરથી અશંખ્ય રઘુવંશી લોહાણા સમાજના બહેનો નાગ દેવતાનું પૂજન કરવા એક ધાર્મિક આસ્થા સાથે આવી પહોંચ્યા હતા.
બહેનો દ્વારા આગલે દિવસે રાફળાની માટીના નાગ ઘડવામાં આવે છે આજ નાગ પંચમીને દિવસે આ નાગ દેવતાને દૂધ ધરવામાં આવે છે સાથે સાથે આગળના દિવસે પલાળીને ફણગાળેલા મગ, ચણા તેમજ બાજરો અને શ્રીફળને પણ પ્રસાદ સ્વરુપે ધરવામાં આવે છે અને બાજરાના લોટની કુલેર પણ બનાવી ધરવામાં આવે છે. નાગદેવતા પૂજન બાદ આરતી ઉતારવાંમાં આવે છે અને બધા બહેનો એકબીજાને પ્રસાદ આપી નાગ પાચમનાં વ્રતની પૌરાણિક વાર્તા સાંભળે છે આખી દિવસ ગરમ રાંધેલો ખોરાક લેવામાં આવતો નથી અને ઠંડુ ખાવા માટે આગળ દિવસે જ થેપલા અને ઢેબરા બનાવી એકટાણું કરવામાં આવે છે.
જૂનાગઢમાં આવેલ નાગદેવતા મંદિર જોષીપરામાં પણ લોહણા સમાજની બહેનો દ્વારા નાગ દેવતાનું પૂજન કરવામાં આવ્યું હતું.જૂનાગઢની ધર્મપ્રેમી અને લોહાણા સમાજના બહેનો દ્વારા આ વર્ષે લોકોની આરોગ્યલક્ષી સુખાકારી તેમજ સારા વરસાદ સાથે અનાજની સારી ઉપજ થાય તેવી આસ્થા સાથે નાગદેવતાની પાસે પ્રાર્થના કરી હતી.

IMG_20220718_101027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *