Gujarat

જૂનાગઢમાં ૩૦૦, ૫૦૦ રૂપિયા માટે હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ
જૂનાગઢમાં રહેતા મુસ્તાકમીયા બાવામીયા સીરાજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મુસ્તાકમીયા ઘરેથી રોડ તરફ જતા હતા. ત્યારે સાંગા કાળા નામના શખ્સે ૫૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું. જે બાબતની ના પાડતા આ શખ્સે ગાળો ભાંડી હતી. અને કહ્યું હતું કે, જાે તુ આજે પૈસા નહીં આપે તો જાનથી પતાવી દઈશ. બાતમા મુસ્તાકમીયાને લાફો માર્યો હતો. તેમજ છરી વડે હુમલો કર્યાનો ઉલ્લેખ પણ પોલીસ ફરિયાદમાં કરાયો છે. તેમજ ખીસ્સામાંથી ૩૦૦ રૂપિયાની લૂંટ ચલાવી સાંગા કાળા નાસી જતા ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે અન્ય એક બનાવની વાત કરીએ વિનોદભાઈ કરશનભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ વિનોદભાઈ પોતાના સર્વિસ સ્ટેશને હતા. એ સમયે રાહુલ ચંદુભાઈ વાળા આવ્યો હતો. અને છરી બતાવી કહ્યું હતું કે, તારી પાસે રૂપિયા હોય તો આપી દે જેથી વિનોદભાઈએ ના પાડતા આ શખ્સે છરી વડે હુમલો કરી ખીસ્સામાંથી ૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયો હતો. જ્યારે રાહુલ ચંદુભાઈ વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાહુલે બિપીન જાદવના ભાઈને છરી મારેલ હોય જે મનદુઃખના કારણે રાહુલને ફોન કરી બનાવની જગ્યાએ બોલાવી ગાળો ભાંડી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત કુહાડીના હાથા વડે પણ હુમલો કર્યો હતો. આ બનાવમાં બિપીન જાદવ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *