જૂનાગઢ ખાતે ની:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ ટ્રેનરને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. લોકોના આરોગ્યની સુખાકારી માટે નિયમિત યોગ ક્લાસ ચલાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનદવેતન આપવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે તા.૧ થી ૩૦ ઓગસ્ટ સુધી સાંજના પ થી ૬-૩૦ કલાક સુધી આર.એસ કાલરીયા પ્રાથમિક સ્કૂલ મોતીબાગ નજીક ગિરનાર હાઈટ સોસાયટી સામે નિ:શુલ્ક યોગ ટ્રેનના તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને તાલીમ આપવામાં આવશે. યોગ ટ્રેનની તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ સંપૂર્ણ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક આપવામાં આવશે. ઉમેદવારે કોઈપણ પ્રકારની ફ્રી આપવાની નથી. યોગ ટ્રેનર તરીકે તાલીમ લેવા ઇચ્છુક વ્યક્તિએ મોબાઈલ નંબર 9727021258 નંબર ઉપર સંપર્ક કરવા યોગ કોચ વૈશાલીબેન ચુડાસમા ની યાદીમાં જણાવાયું છે.
