Gujarat

જૂનાગઢ જિલ્લાની જુદી જુદી કચેરીઓની કાર્ય સફળતાને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરાઈ          

કલેક્ટર શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં પ્રશાસન ગાંવ કી ઔરની થીમ સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરશ્રીએ પ્રજાલક્ષી સેવાઓ-યોજનાઓને વધુ સુદ્રઢ અને અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. 
      કલેકટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ કહ્યું કે, સમય મર્યાદામાં પ્રજાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ આવે તે ખૂબ આવશ્યક છે. આ માટે નિયમિતપણે કામગીરીની સમીક્ષા કરવી પણ જરૂરી છે. પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરવાની સાથે ફરિયાદ નિવારણ ઉપર ભાર આપવા જણાવ્યું હતું. આ સાથે  કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે અધિકારીશ્રીઓને પોતાના સ્તરેથી કામગીરી કરવા અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સુચારૂ રીતે સંપન્ન થવા માટે અધિકારીઓ કર્મચારીઓના પરિશ્રમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
      આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે સુશાસન માનાંકને સ્પષ્ટ કરતા જિલ્લા પંચાયત દ્વારા પ્રજાલક્ષી અને નવીન પહેલરૂપ યોજનાઓ-પ્રોજેક્ટની જાણકારી આપી હતી. 
      આ પ્રસંગે જૂનાગઢ જિલ્લાની જુદી જુદી કચેરીઓની કાર્ય સફળતાને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.
     આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી એલ.બી.બાંભણીયા, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી, જિલ્લા આયોજન અધિકારી શ્રી આર.એમ. ગંભીર સહિત જિલ્લા વહીવટી તંત્રના ભાગરૂપ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

sushasan-meeting-collector-sir1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *