વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજની અધ્યક્ષતામાં ૮૫-માણાવદર વિધાનસભા મતવિસ્તારની BAGs(બૂથ લેવલ અવેરનેસ ગ્રુપ) ટીમની સાથે વંથલી ખાતે બેઠકનું કરવામાં આવ્યું હતું. જેમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત થાય તે સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું.
વંથલી ખાતે ૮૫-માણવદર વિધાનસભા મતવિસ્તારની BAGs ટીમ સાથેની બેઠકમાં આશા કાર્યકરો, આશા ફેસિલિટેટર્સ, આંગણવાડી કાર્યકરો, TLEs, મહિલા SHG, CDPO સાથે મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને મતદારોને તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘરે-ઘરે જઈને તેમના પ્રયાસોની પ્રશંસા કરતી BAGsને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટીમના પ્રતિભાવ દ્વારા ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિની સ્થિતિ વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ૮૫-માણાવદર વિધાનસભા બેઠક પર વર્ષ ૨૦૦૭માં ૬૫.૪૫ ટકા, વર્ષ ૨૦૧૨માં ૭૩.૧૨ ટકા, વર્ષ ૨૦૧૭માં ૬૫.૯૦ અને વર્ષ ૨૦૧૯ લોકસભામાં ૬૨.૮૯ ટકા થયું હતું. છેલ્લી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી સતત સરેરાશથી નીચી રહી છે. તેનુ સંભવિત એક કારણ મતદાતામાં મતદાન માટે જાગૃતિનો અભાવ હોઈ શકે છે. જેથી હવે ઇકો-ફ્રેન્ડલી બૂથ અને હેલ્થ બૂથ, એનિમલ બૂથ વગેરે જેવા નવીન બૂથ સાથે મતદારોને પ્રોત્સાહિત કરવાની અને ઉત્સુકતાનું વાતાવરણ બનાવવાની વ્યૂહરચના કરવામાં આવી છે.
વ્યૂહરચનાનો પ્રથમ તબક્કો મતદારો અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોદ્દેદારો વચ્ચે સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવાનુ કામ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. BAGs ટીમોને આગામી દિવસો માટેના આયોજન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને મતદાન જાગૃતિના અંતિમ તબક્કામાં કરવાની થતી કામગીરી અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. મતદાનના દિવસે વિધાનસભા બેઠક વાર અને જિલ્લા સ્તરે મતદાન ટકાવીરી પર દેખરેખ રાખવા માટે સમર્પિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે. જેમાં BAGs ટીમના વડાઓ AC લેવલના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે. ACના તમામ મતદાન મથકોમાં મતદાનની ટકાવારી સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા દર કલાકે મોનિટર કરવામાં આવશે. અને ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો પર ત્વરિત પગલાં લેવા માટે જણાવવામાં આવશે. આ માટે BAGs ટીમ જમીન પર કામ કરશે અને લોકોને મતદાન મથક સુધી લઈ જવા અને મતદાન કરવા અપીલની સાથે પ્રોત્સાહિત કરશે.
આ પ્રકારના આયોજન અને તૈયારીઓ સાથે જિલ્લાની ટીમ અને તમામ BAGs ટીમ દ્વારા આ ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા અને વધુમાં વધુ મતદાન કરવા માટે તંદુરસ્ત, હકારાત્મક વાતાવરણના નિર્માણ કરવા માટે પૂરા ઉત્સાહ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
