જૂનાગઢ જિલ્લાની સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૧૭-૧૨-૨૦૨૨ના રોજ મળનારી આ બેઠકને મુલતવી રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સવારે ૧૧ કલાકે યોજાનારી આ બેઠક વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે. જેની સંબંધિતોએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયાની એક યાદીમાં જણાવાયું છે.
