
_જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલણ ની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવામાં આવે છે. પરંતુ, *અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇ મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહિ હોવાની બાબત જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવતા, ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરૂધ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.*_

_વાહન ચેકીંગ દરમ્યાન પસાર થતા વાહનોના નંબર પોલીસ પોતાના મોબાઇલ ફોનમાંથી ચેક કરશે, અને જે તે વાહન ચાલકનુ ઇ-ચલણના દંડની રકમ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોય અને ભરપાઇ કરેલ નહિ હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે…._

_જેથી, જે વાહન ચાલકોના ઈ મેમો ઇસ્યુ થયા છે, તેઓએ તાત્કાલિક દંડ ભરવા કાર્યવાહી કરવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે અન્યથા *તેવા વાહન ચાલકો વિરૂધ્ધ કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે.* જૂનાગઢના નાગરિકો પોતાના વાહનનુ ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહિ તે
https://echallanpayment.gujarat.gov.in/ ઉપર લોગીન કરી, વાહન નંબર નાખીને ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. વધુમાં, ઓફ લાઈન પેમેન્ટ ભરવા માટે “નેત્રમ શાખા” (કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નવી કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, શશીકુંજની સામે, મીરા નગર રોડ જુનાગઢ, તેમજ સીટી ટ્રાફીક શાખા રેલ્વે સ્ટેશન સામે, જૂનાગઢ ખાતે દરરોજ (રજાના દીવસોમાં પણ ચલણ ભરવાની બારી ખુલી રાખવામાં આવશે) રૂબરૂ ભરી શકાશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે…._
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર