રાજ્ય સરકારશ્રી દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં તા.૧/૧૦/૨૦૨૨ના સવારે ૯ કલાકે પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
વંથલી પ્રાતં અધિકારીશ્રીના અધ્યક્ષત્તામાં વંથલી તાલુકાના ઘુડવદર, આહિર સમાજ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં ધણફુલીયા,લુવારસર,સેલરા,વાડલા,સોનારડી,સુખપુર,રાયપુર,ઘુડવદર ,મહોબતપુર,ગાંઠીલા નો સમાવેશ થાય છે.
વંથલી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં માણાવદર તાલુકાની દગડ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમા રોણકી,સણોસરા,દગડ,ગળવાવ,ભાલેચડા,કતકપરાનો સમાવેશ થાય છે.
પ્રાંત અધિકારીશ્રી વિસાવદરની અધ્યક્ષત્તામાં વિસાવદર તાલુકાના શોભાવડલા લશ્કર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં પીરવડ,શોભાવડલા લશ્કર,હાજાણી પીપળીયા, કોટડા મોટા,નવાણીયા,હડમતીયામોટા,કાનાવડલા,પીંડાખાઈમોટી,વિછાવઢ,કોટડાનાના,હડમતીયાનાના,પીંડાખાઈ,નાની શિરવાણીયા ગામનો સમાવેશ થાય છે.
પ્રાંત અધિકારીશ્રી વિસાવદરની અધ્યક્ષત્તામાં ભેંસાણ તાલુકાના નવા ચણાકા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમયોજાશે.જેમાંભેંસાણ,ચણાકા,વાંદરવડ,નાનાગુજરીયા,મોટા ગુજરીયા,ઉમરાળી,ગોરખપુર,તડકા પીપડીયા નો સમાવેશ થાય છે.
પ્રાંત અધિકારીશ્રી મેંદરડાની અધ્યક્ષત્તામાં મેંદરડા તાલુકાના અરણીયાળા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં અરણીયાળા,સીમાસી,બારવાળા,રાજેસર,ઢાંઢાવાડા,સમઢીયાળા ગામનો સમાવેશ થાય છે.
મેંદરડા પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તા માળિયહાટીના તાલુકાના જુથળ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં જુથળ,ગળોદર,પીખોર,ગાંગેચા,પાણીધ્રા,લાઠોદ્રા નો સમાવેશ થાય છે.
કેશોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં કેશોદ તાલુકાની કેવદ્રા પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં એકલેરા, કેવદ્રા,બાવા સીમરોલી,ભાટ સીમરોલી, સોંદરડા ચર, નાની ઘંસારી, મોટી ઘંસારી સમાવેશ થાય છે.
કેશોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષત્તામાં માંગરોળ તાલુકાના શેરિયાજ પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.જેમાં શેરિયાજ, શેરિયાજ બારા, શાપુર,ખોડાદા, આરેણા,હુસેનાબાદ સમાવેશ થાય છે.
જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષત્તામાં મંડલીકપુર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં મંડલીકપુર,નવાપીપળીયા,ભલગામ,બંધાળા,ઉમરાળા,નવાગામ સહિતનો સમાવેશ થાય છે.
