જૂનાગઢ જિલ્લા કક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કેશોદ ખાતે થનાર છે. જે અન્વયે તા.૧૫ ઓગષ્ટના રોજ વાહનવ્યહાર,નાગરીક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી જૂનાગઢના પ્રવાસે આવનાર છે. મંત્રીશ્રી તા. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯ કલાકે આદર્શ નિવાસી શાળા (કુમાર) અ.જા., માંગરોળ રોડ, કેશોદ ખાતે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરશે.
