જુનાગઢ જીલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા કેન્દ્ર સરકારશ્રીની આંઠ વર્ષની ઉપલબ્ધિઓ નિમિતે ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર
તથા રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનાં લાભ શહેરીજનોને મળી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનાં અલગ-અલગ ઘટકો પૈકી ચાલતા બી.એલ.સી.(બેનીફીસયરી લેડ કન્સ્ટ્રકશન) ઘટકનાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કાર્યક્રમ તા.૧૮/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૨-૦૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉનહોલ, જૂનાગઢ ખાતે માનનનીય શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ ખટારિયા પ્રમુખશ્રી જીલ્લા
પંચાયત,જુનાગઢ અને માનનીય શ્રીમતી ગીતાબેન મોહનભાઈ પરમાર,મેયરશ્રી મ.ન.પા.જુનાગઢનાં સંયુક્ત અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં માનનીય શ્રી રાજેશભાઈ
ચુડાસમા, સાંસદ શ્રી જુનાગઢ, માનનીય શ્રી રમેશભાઈ ધડુક,સાંસદ શ્રી પોરબંદર, માનનનીય શ્રી
જવાહરભાઈ ચાવડા,પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી માણાવદર, માનનનીય શ્રી ગીરીશભાઈ
કોટેચા,ડે.મેયરશ્રી મ.ન.પા.જુનાગઢ, માનનીય શ્રી હરેશભાઈ પરસાણા,ચેરમેનશ્રી સ્થાયી સમિતિ
મ.ન.પા.,માનનીય શ્રી પુનિતભાઈ શર્મા,શહેરભાજપ પ્રમુખશ્રી,જુનાગઢ.,માનનીય શ્રી કિરીટભાઈ ભીંભા, શાસકપક્ષના નેતા શ્રી મ.ન.પા.જુનાગઢ.,માનનીય શ્રી અરવિંદભાઈ ભલાણી,દંડકશ્રી
મ.ન.પા.જુનાગઢની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન યોજાશે.આ કાર્યક્રમ માં
સૌ શહેરીજનોને બહોળી સંખ્યામાં જોડાવા માનનીય મેયરશ્રી ગીતાબેન.એમ.પરમાર અનુરોધ કરે
છે.
