Gujarat

જૂનાગઢ પોલીસ દ્વારા ૭૦૦ દીકરીઓને જુડો-કરાટેની તાલીમ

જૂનાગઢ
ગુજરાતમાં દિકરીઓને સક્ષમ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહાનગરના એ, બી અને સી ડિવિઝનોના સ્ટેશન અંતર્ગત ૭૦૦ જેટલી દીકરીઓને મહિલા સ્વરક્ષણ જૂડો-કરાટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અંતર્ગત દીકરીઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. તાલીમમાં ૧૫ દિવસ સુધી દીકરીઓને જૂડો-કરાટે, ચૂની દાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ, જૂડો-રોલ, જૂડો-થ્રો, ફાયર રીંગ, બ્રેકીંગ, નાનચક્સ, માઉન્થ ફાયર, તેમજ અલગ અલગ સ્વરક્ષણના દાવ પેચ પોતાના સ્વબચાવ માટે શીખડાવવામાં આવ્યા હતા. જેથી આ દીકરીઓ ભય મુક્ત બને અને અંતિમ દિવસે શીખેલ દાવ પેચનું ડેમોસ્ટ્રેશન એ-ડિવિઝન સ્ટાફ દ્વારા જૂનાગઢ નર્સીગ સ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલ શાળાની ૨૨૦ દીકરીઓને, બી-ડિવિઝન દ્વારા જાેષીપરા કન્યા છાત્રાલયની ૨૩૦ દીકરીઓને તાલીમ અપાઈ હતી તેમજ સી-ડિવિઝન દ્વારા એન.બી.કાંબલીયા ગર્લ્સ સ્કૂલની ૫૦ જેટલી દીકરીઓને તાલીમ અપાઈ છે. તમામ શાળાના પૂર્ણાહુતિ સમયે એ-ડિવિઝન પી.આઈ.વાઢેર,, બી-ડિવિઝન પી.એસ.આઈ. એન.બી.આંબલીયા અને સી-ડિવિઝન પી.એસ.આઈ. જે.જે.ગઢવી તેમજ પોલિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ તાલીમ કોચ પ્રવિણ ચૌહાણ, મયુરકુમાર, પ્રશાંતકુમાર, હાર્દિક મકવાણા, પાયલ સોલંકી, મહેતા હદિશા, અને રિદ્ધિ મહેતા દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને શાળા પરિવાર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તમામ કોચની કામગીરી બિરદાવી હતી. આગળ આ દીકરીઓને જિલ્લા કક્ષાની હરીફાઈ માટે તૈયારી કરાવવામાં આવશે.

Judo-karate-training.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *