સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા ધ્વારા ૭૬ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી મહાનગરપાલિકા મુખ્ય કચેરી
ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મેયરશ્રી ગીતાબેન.એમ.પરમારના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કમિશનરશ્રી રાજેશ એમ. તન્ના સ્થાયી સમિતિ ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા, કોર્પોરેટરશ્રી
આદ્યશક્તિબેન મજમુદાર, ધર્મેશભાઈ પોંશીયા, આરતીબેન જોશી, ચંદ્રિકાબેન રાખશીયા,નાયબ કમિશનરશ્રી જયેશ.પી.વાજા, શ્રી જ્યોતિબેન વાછાણી, બી.જે.પી.પ્રભારી શ્રીગીતાબેન
મહેતા, સેક્રેટરીશ્રી કલ્પેશભાઈ ટોલિયા, પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, ઇલેક્ટ્રિક ઈજનેર શ્રી હાજાભાઇ ચુડાસમા, ઓફીસ સુપ્રીશ્રી.જીગ્નેશભાઈ પરમાર સહિતના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.મેયર ગીતાબહેન દ્વારા શહેરીજનોને ૭૬ સ્વાતંત્ર પર્વની
શુભેચ્છા પાઠવેલ તેમજ જૂનાગઢ શહેરના વિકાસમાં સૌ શહેરીજનોને સહભાગી થવા અપીલ કરેલ હતી. કાર્યક્રમનાં અંતમાં આઇ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડી કાર્યકર બહેનને પ્રમાણપત્ર આપી બિરદાવવા આવ્યાં હતા તેમજ સફાય કામગિરી કરતા કર્મચારીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.


