સાગર નિર્મળ
જૂનાગઢ
એક તરફ સરકાર રખડતા ઢોર નિયંત્રણ માટે કાયદા બનાવી રહી છે અને બીજી તરફ જુનાગઢ મહાનગરપાલિકા તંત્ર આ બાબતમાં બેદરકાર હોવાની વિગતો મળી રહી છે.
આખરે સત્ય શું? ક્યાં કારણોસર અને શા માટે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર નિયંત્રણ બાબતે મહાનગપાલિકાનાં સતાધીશો અને અધિકારીઓ કોઈ પગલા લેતા નહી હોય? શું જુનાગઢની જનતામાંથી કોઈનો જીવ જશે પછી જ તંત્ર જાગશે? આવા અનેક તર્ક વિતર્કો સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તાજતરમાં જ જૂનાગઢનાં અતિવિક્સિત એવા ઝાંઝરડા રોડ પર જુનાગઢનાં રહેવાસી સંજય બાલુભાઈ વિઠલાણી ખૂંટિયાએ અચાનક રસ્તા પર પછાડી ખુદવા લાગ્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનામાં આજુબાજુમાં પસાર થતા રાહદારીઓ પણ ભયભીત થયા હતા જેમાંથી કોઈએ સમયસૂચકતા વાપરી 108 મારફત ભોગ બનનાર સંજય બાલુભાઈ વિઠલાણી ને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડીયા હતા.
હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ બનાવ બાદ ગંભરતાપૂર્વક કોઈ પગલાં લેવાશે કે અધિકારી અને પદાધિકારીઓ રસ્તે રજળતા ઢોર દ્વારા વધુ કોઈ જીવલેણ હુમલો કે અકસ્માતે મૃત્યુ નીપજે પછી જ જાગશે.
સાગર નિર્મળ
નૂતન સૌરાષ્ટ્ર
જૂનાગઢ


