Gujarat

જૂનાગઢ મહિલા નેતૃત્વ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ        

નારી વંદન ઉત્સવ અંતર્ગત તા.૪ ઓગસ્ટના મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી થનાર છે. જે અંતર્ગત આજે કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભા ખંડમાં બેઠક યોજાઇ હતી.

        તા.૪ ઓગસ્ટના જૂનાગઢ શહેરના ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ મનિષાબેન વકીલ અને પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેને લઇને આજે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં મહિલા લાભાર્થીઓને સહાય વિતરણ, મહિલા સન્માન અને મહિલાઓના પ્રતિભાવો સહિતના કાર્યક્રમ અંગે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

Dikri-vadhamana-kit-2.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *