હર ધર તિરંગા કાર્યક્રમ અન્વયે જૂનાગઢ વન વિભાગ દ્વારા તેઓની વિવિધ કચેરીઓમાં તિરંગો લહેરાવવામાં આવ્યો છે.
સરદારબાગમાં આવેલી મુખ્ય વન સંરક્ષક(સીસીએફ)ની કચેરી, સક્કરબાગ ઝુ, અમરાપુરનું એનિમલ કેર સેન્ટર, રામનાથ રાઉન્ડ ડુંગર દક્ષિણ રેન્જ, પાટુરાણ રેન્જ ઓફીસ, વેરાવળ રેન્જ ઓફીસ, વિવિધ રોપ ઉછેર કેન્દ્રો -નર્સરીઓ વગેરે ખાતે પણ તિરંગા લહેરાવવામાં આવ્યા છે.
