Gujarat

જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખા જાેશીને રિપીટ કરાયા

જૂનાગઢ
કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં જૂનાગઢના ૨૦૧૭માં ધારાસભ્ય બનેલા ભીખા જાેશીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા જાેશી લોકોની વચ્ચે રહેનારા અને લોકોના પ્રશ્નોને વાચા આપનારા વ્યક્તિ છે. તો બીજી તરફ ભાજપ દ્વારા કડવા પાટીદારના અગ્રણી અને ઉદ્યોગપતિ સંજય કોરડીયાને જૂનાગઢ વિધાનસભા બેઠકની ટિકિટ આપવામાં આવી છે. ભીખા જાેશી એ વાત કરતા જણાવ્યું હતું કે, મેં મારા ધારાસભ્યના સમય દરમિયાન ૨૦૧૭થી લઇ અત્યાર સુધી કોઈ પણ એવું કૃત્ય નથી કર્યું કે, જેથી કરી મતદારોને નારાજગી થાય, મેં લોકો વચ્ચે રહી લોકોના કામ કર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે, ગયા વખત કરતાં પણ વધુ મતથી જીતીશ.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *