Gujarat

જેતપુરનાં ખીરસરા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મોત

સ્ટેશન વાવડી ગામના પ્રૌઢ ઘરે જઈ રહ્યા હતા અચાનક ડમ્પર ચાલકે ટક્કર મારતાં ઘટના સ્થળે મોત.
જેતપુર તાલુકાના ખીરસરા અને ખજૂરી ગુંદાળા રોડ ઉપર સાંજે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, માતેલા સાંઢની જેમ દોડી આવતા ડમ્પરે સ્ટેશન વાવડી ગામના પ્રૌઢને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના ખીરસરા અને ખજૂરી ગુંદાળા રોડ ઉપર સ્ટેશન વાવડી નજીક આજે સાંજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક તેમજ ચાલક સહિત દૂર સુધી ફંગોળાયા હતા અકસ્માતમાં ભોગ બનનાર સ્ટેશન વાવડી ગામના દડુંભાઈ મેણસીભાઇ કટીર (ઉ.વ.56)  રહેવાસી હોવાનુ હોવાનું જાણવા મળ્યું હતું. દડુંભાઈ સ્ટેશન વાવડી ઘર તરફ જતા હોઈ ત્યારે જીજે ૦૩ એએક્ષ ૯૮૯૯ નાં ડમ્પર ચાલકે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા અને રાહદારીઓ ૧૦૮ ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકને પોસ્ટમોર્ટમ માટે લાશને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સ્ટેશન વાવડી ગામના પ્રોઢનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.જેતપુર તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક સામે ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

IMG-20220626-WA0144.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *